IPL 2025 DC vs LSG: શું લખનૌ સુપર જાયન્ટ્સ પંતના કારણે હારી ગયું?

Rishabh Pant LSG vs DC: દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સની મેચ રોમાંચક જોવા મળી હતી. દિલ્હીએ ફ્કત એક વિકેટથી મેચ જીતી લીધી છે. લખનૌની ટીમે 210 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લખનૌના કેપ્ટન ઋષભ પંતે છેલ્લી ઓવરમાં એક ભૂલ કરી હતી. જેના કારણે લખનૌની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેણે ભૂલમાં એવું કર્યું હતું કે પંત સ્ટમ્પિંગ કરવામાં નિષ્ફળ ગયો અને તે બોલ પકડી શક્યો નહીં.
આ પણ વાંચો: કોણ છે Vipraj Nigam જેણે દિલ્હી કેપિટલની ટીમને જીત અપાવી?
આશુતોષ બન્યો જીતનો હિરો
આશુતોષે સિક્સર ફટકારીને દિલ્હીને જીત અપાવી હતી. શાહબાઝના પહેલા બોલ પર મોહિત શર્મા રન બનાવી શકવામાં સફળ રહ્યો ના હતો. પરંતુ લખનૌની ટીમ હારી ગઈ તેમાં પંતને વધારે જવાબદાર ગણવામાં આવ્યો હતો. કારણે કે તેની એક ભૂલના કારણે પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પંત સ્ટમ્પિંગ કરવામાં નિષ્ફળ ગયો અને તે બોલ પકડી શક્યો નહીં. તમને જણાવી દઈએ કે પંત સૌથી વધારે કિંમતે ખરીદવામાં આવ્યો હતો.