September 10, 2024

મેડલ સાથે હોકી ટીમ પહોંચી ગોલ્ડન ટેમ્પલ, શીશ નમાવી આશિર્વાદ લીધાં

Indian Hockey team: ટોક્યો 2020 પછી, ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ટીમ હોકી ઈન્ડિયા પહોંચી ગઈ છે. આજે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં ટીમ પહોંચી હતી.

ગોલ્ડન ટેમ્પલની મુલાકાત
ભારતીય હોકી ટીમે ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી હતી. ભારતીય હોકી ટીમ ગોલ્ડન જીતવાની આશા સાથે પેરિસ ઓલિમ્પિક 2024માં ગઈ હતી. પરંતુ ટીમ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. જોકે ગોલ્ડ મેડલ તો પ્રાપ્ત ના થયો પરંતુ હોકી ટીમ બ્રોન્ઝ મેડલ લાવી જ છે. ટીમ હોકી હવે ભારત પહોંચી ગઈ છે. દિલ્હી એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે આજના દિવસે તમામ ખેલાડીઓ ભારતીય હોકી ટીમના ગોલ્ડન ટેમ્પલ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લેશે ગુજરાતના આ પાંચ ખેલાડીઓ

સ્વાગત કરવામાં આવ્યું
જ્યારે ભારતીય હોકી ટીમના ખેલાડીઓ અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યા હતા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હરભજન સિંહ ETO અને MP ગુરજીત સિંહ, કેબિનેટ મંત્રી કુલદીપ સિંહ પાલીવાલ, સહિત અનેક અગ્રણી હસ્તીઓ હાજર રહ્યા હતા. આ સાથે તમામ ખેલાડીઓના પરિવારની સાથે સેંકડો હોકી પ્રેમીઓ પણ હાજર જોવા મળી રહ્યા હતા. હોકી ચાહકોની સંખ્યા ખુબ જોવા મળી રહી હતી. એરપોર્ટની બહાર આવતાની સાથે જ તેઓનું ફૂલ-હારથી સન્માન કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી સીધા જ ખેલાડીઓ અને તેમના પરિવારજનો સુવર્ણ મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ગુરુઓ સમક્ષ નમન કરી આશીર્વાદ લીધા હતા.

સુખજીત સિંહના પિતા અજીત સિંહે કહી આ વાત
પોતાની ખુશી વ્યક્ત કરતા ભારતીય હોકી ટીમના સ્ટાર ખેલાડી સુખજીત સિંહના પિતાએ કહ્યું કે અમારી ટીમ ભલે બ્રોન્ઝ મેડલ જીતી ગઈ હોય, પરંતુ તે અમારા માટે કોઈ ગોલ્ડ મેડલથી ઓછું નથી. જ્યારે મારો પુત્ર મારી પાસે આવ્યો અને ત્યારે તેણે તેનો મેડલ મારા ગળામાં મુક્યો હતો, તે અમારા માટે ગર્વની ક્ષણ છે, અને હું આ અદ્ભુત સિદ્ધિ માટે સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું”