January 23, 2025

ડવ, લક્સ, લાઇફબૉય, પિયર્સ સાબુના ભાવમાં વધારો, કંપનીઓએ આટલા ટકા ભાવ વધાર્યા

Soap Price: મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. જીવન જરૂરિયાતની મોટા ભાગના વસ્તુઓમાં વધારો થઈ રહ્યો છે. હવે તેમાં ડવ, લક્સ, લાઇફબૉય, લિરિલ, પિયર્સના વગેરે બ્રાન્ડ્સ હેઠળ તેના સાબુના ભાવમાં વધારો કર્યો છે.

સાબુના ભાવ કેમ વધ્યા?
સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો દરમિયાન ઘણી લિસ્ટેડ કંપનીઓએ તેમના માર્જિનને બચાવવા માટે વર્તમાન ક્વાર્ટરમાં સાબુના ભાવમાં વધારાનો એંધાણ આપી દીધા છે. આ તમામ કંપનીઓ પામ તેલ, કોફી અને કોકો જેવી કોમોડિટી ઇનપુટ્સના વધતા ખર્ચનો સામનો કરી રહી છે. કાચા માલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જે વધારાને સરભર કરવા માટે સાત-આઠ ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પામતેલના ભાવમાં વધારો થયો છે. અંદાજે રે 35-40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વૈશ્વિક ભાવમાં વધારાને કારણે સપ્ટેમ્બરના મધ્યથી પામતેલના ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો: PM કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોની નોંધણી પુનઃ કરાઈ શરુ