October 5, 2024

દુનિયાના કયા દેશમાં સૌથી સુરક્ષિત છે મહિલાઓ? નામ જાણીને ચોંકી જશો!

Safest Countries For Women: દુનિયાના જુદા-જુદા દેશોમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ જુદી-જુદી છે. કેટલાંક દેશો મહિલાઓ માટે અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે, જ્યારે કેટલાંક દેશોમાં મહિલાઓએ અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. એવામાં એ જાણવું રસપ્રદ બની જશે કે દુનિયા એવા કયા દેશો છે જે મહિલાઓની સુરક્ષાને લઈને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.

દુનિયાના સૌથી સુરક્ષિત દેશો
કેટલાંક અભ્યાસો અને સર્વેક્ષણના આધારે મહિલાઓ માટે દુનિયાના સૌથી સુરક્ષિત દેશોની યાદીમાં સામાન્ય રીતે ઉત્તર યુરોપના દેશોનો સમાવેશ થાય છે. આ દેશોમાં મહિલાઓને ઉચ્ચ સ્તરની સુરક્ષા અને સમાનતા મળે છે.

આઈસલેન્ડ: આઈસલેન્ડ છેલ્લા કેટલાય વર્ષોથી દુનિયાનો સૌથી સુરક્ષિત દેશ માનવામાં આવે છે. અહી મહિલાઓને રાજકારણ, વેપાર અને સમાજના દરેક ક્ષેત્રમાં સમાન તકો મળે છે.

નૉર્વે: નૉર્વે પણ મહિલાઓ માટે સૌથી સુરક્ષિત દેશ માનવામાં આવે છે. અહી મહિલાઓ વિરુદ્ધ હિંસાના કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે.

ફિનલેન્ડ: ફિનલેન્ડમાં મહિલા શિક્ષણ અને રોજગારના સમાન અવસર મળે છે. અહીની મહિલાઓની રાજકીય ભાગીદારી ખૂબ જ વધારે જોવા મળે છે.

સ્વીડન: સ્વીડનમાં મહિલાઓ માટે અનેક પ્રકારની સામાજિક સુરક્ષા યોજનાઓ ચલાવવામાં આવે છે. અહી મહિલાઓને પ્રસૂતિની રજાઓ અને બાળ સંભાળની સુવિધાઓ આપવામાં આવે છે.

ડેન્માર્ક: ડેન્માર્કમાં મહિલાઓને લૈંગિક સમાનતા માટે અનેક કાનૂની સુરક્ષાઓ આપવામાં આવે છે.

ભારતની સ્થિતિ:
ભારતમાં મહિલાઓની સુરક્ષા એક ખૂબ જ મોટો ગંભીર મુદ્દો છે. જોકે, ભારત સરકારે મહિલાઓની સુરક્ષા માટે અનેક પગલાં લીધા છે, પરંતુ હજુ પણ ઘણું કરવાની જરૂર છે.

કયા આધારે આ દેશોને ગણવામાં આવે છે સુરક્ષિત?
કોઈપણ દેશને મહિલાઓ માટે સુરક્ષિત ગણવા માટે ઘણા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમ કે મહિલાઓ સામેની હિંસા સામે કડક કાયદા હોવા જોઈએ અને તેનો અસરકારક રીતે અમલ થવો જોઈએ. આ ઉપરાંત મહિલાઓને શિક્ષણ અને રોજગારની સમાન તકો મળવી જોઈએ. તેમજ મહિલાઓને વધુ સારી આરોગ્યસંભાળ સુવિધાઓ મળવી જોઈએ. તેમજ મહિલાઓને સમાજમાં સમાન દરજ્જો મળવો જોઈએ અને તેમના વિચારોનું સન્માન કરવું જોઈએ. આ સિવાય દેશમાં લિંગ સમાનતા માટે પ્રયત્નો કરવા જોઈએ.