September 9, 2024

મીઠાઈ અને માંસ ખાનારાઓને હાર્ટ એટેકનો ખતરો, વૈજ્ઞાનિકોના 3 સંશોધન કરશે આશ્ચર્યચકિત

Heart Attack: જો તમારે લાંબુ જીવન જીવવું હોય તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે સ્વાદ માટે ખૂબ મસાલેદાર અને મજેદાર ખોરાક આરોગો છો તો તો રોકાઈ જાવ. હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક નવું સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હાર્ટ એટેકના કારણો શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે વધુ પડતી ખાંડ અને માંસ મનુષ્યમાં હાર્ટ એટેકનું જોખમ વધારે છે. આ અભ્યાસ બહાર આવ્યા બાદ હવે તમારે મીઠી વસ્તુઓ ખાવાનું બંધ કરી દેવું જોઈએ.

સંશોધન શું કહે છે?
આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ ફૂડ ફ્રીક્વન્સી પ્રશ્નો દ્વારા UPF (અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ)ના સેવનનું મૂલ્યાંકન કર્યું હતું. સંશોધકોએ આ સમયગાળા દરમિયાન ત્રણ સંશોધનો કર્યા હતા. પ્રથમમાં 30 થી 55 વર્ષની વયની 75,735 મહિલા NHS નર્સોનો સમાવેશ થાય છે, જ્યારે બીજામાં 25 થી 42 વર્ષની વયની 90,813 મહિલાઓ અને 40 થી 75 વર્ષની વયના 40,409 પુરૂષોનો સમાવેશ થાય છે. જે લોકોને પહેલાથી જ હ્રદયરોગ કે કોઈ પણ પ્રકારની બીમારી હતી તેમને તેનાથી દૂર રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના ખાતામાં 21મુ મેડલ, ગોળા ફેંકમાં સચિન ખિલારીને સિલ્વર મેડલ

ખોરાકમાં શું આપવામાં આવ્યું?
UPF પસંદગીને દસ ગ્રુપોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા, જેમાં બ્રેડ અને અનાજ, ચટણી, સ્પ્રેડ અને મસાલા, પેકેજ્ડ મીઠો નાસ્તો અને મીઠાઈઓ, પેકેજ્ડ મીઠો નાસ્તો, ખાંડ-મીઠાં પીણાં, લાલ માંસ અને માછલી જેવા ખોરાકનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું હતું કે જે લોકો વધુ પડતી ખાંડનું સેવન કરે છે તેમને હૃદય રોગનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત સોસેજ, બેકન અને હોટડોગ્સ જેવા પ્રોસેસ્ડ મીટમાં વધુ પડતા ખોરાકમાં પણ આ જોખમ જોવા મળ્યું હતું.

યુકેના સરેરાશ આહારમાં યુપીએફનો હિસ્સો 57 ટકા છે, અને કેટેગરીમાં ફિઝી ડ્રિંક્સ, હેમ અને બેકન જેવા માંસ તેમજ નાસ્તાના અનાજનો સમાવેશ થાય છે. જોકે તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓએ અભ્યાસ કરેલ UPFમાંથી કેટલાક વિટામિન્સ, ખનિજો અને ફાઇબર ધરાવે છે જે હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકે છે. મતલબ કે જો આહાર સંતુલિત હોય તો તેના જોખમને પણ દૂર કરી શકાય છે.