September 10, 2024

આજે રાજ્યના 187 તાલુકાઓમાં મેઘમહેર, સૌથી વધુ વાલિયા તાલુકામાં વરસાદ

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં સતત ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આજે પણ રાજ્યમાં અવિરત મેઘમહેર યથાવત જોવા મળી હતી. આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. આજે થયેલા વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આજે રાજ્યમાં 187 તાલુકાઓમાં વરસાદ થયો છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ, રાજ્યમાં સવારે 6.00 વાગ્યાથી સાંજે 6.00 વાગ્યા સુધીમાં 187 તાલુકામાં વરસાદ થયો છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે આજે સૌથી વધુ વરસાદ ભરૂચના વાલિયામાં 6.14 ઈંચ વરસાદ થયો છે. તો સાથે સાથે, ભરૂચના નેત્રંગમાં 5 ઈંચ વરસાદ થયો હતો.

આ પણ વાંચો: સુરતમાં AAPના સિતારા, શહેરના લુંટારા અને કેજરીવાલના દુલારા એટલે AAPના કોર્પોરેટર

વધુમાં, જણાવવામાં આવ્યું છે કે સુરતના ઉમરપાડામાં 4.13 ઈંચ વરસાદ, વલસાડમાં પણ 4.09 ઈંચ વરસાદ, રાજ્યમાં 36 તાલુકામાં 1 ઈંચ થી વધુ વરસાદ થયો છે.