September 9, 2024

આવો પણ વિરોધ! અમ્પાયરથી ગુસ્સે થયેલા બોલરે ‘ઈરાદાપૂર્વક’ 4 બોલમાં 92 રન આપ્યા

Cricket Record: આજના આધુનિક ક્રિકેટમાં બોલર માટે એક ઓવરમાં છ સિક્સર મારવી સામાન્ય વાત છે. હાલમાં આપણે એવા રેકોર્ડ માટે વધુ રાહ જોવી પડતી નથી. ક્રિકેટ નિષ્ણાતો પણ માને છે કે આજે ક્રિકેટ બેટ્સમેનોની તરફેણમાં વધુ બની ગયું છે. આ જ કારણ છે કે ક્રિકેટ ગ્રાઉન્ડમાં બોલરોની ધોલાઈના નવા રેકોર્ડ્સ જોવા મળે છે. શું તમે માનશો કે એક સમયે એક બોલરની બોલિંગના માત્ર ચાર બોલમાં 92 રન બની ગયા હતા? વિશ્વાસ કરવો મુશ્કેલ છે પરંતુ ખરેખરમાં આવું બન્યું છે.

આ ઘટના બાંગ્લાદેશમાં ઢાકા સેકન્ડ ડિવિઝન લીગમાં બની હતી. 2017માં રમાયેલી આ મેચમાં લાલમટિયા ક્લબનો દાવ 14 ઓવરમાં 88 રન પર સમાપ્ત થયો હતો. આ પછી બીજી ટીમનો વારો આવ્યો, જ્યાં સુજોન મહમૂદ પહેલી ઓવર નાખવા આવ્યો. તેણે માત્ર ચાર બોલમાં જ વિરોધી ટીમને મેચ જીતાડી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ ઓવરમાં તેણે ત્રણનો બોલ અને 13 વાઈડ બોલ નાખ્યા હતા. આ નોન લીગલ બોલો પર બેટ્સમેને 80 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ટોપ 10માંથી બાબર આઝમ આઉટ

બોલરે ખરાબ અમ્પાયરિંગનો વિરોધ કર્યો હતો
આ સાથે તેણે ચાર લીગલ બોલ પણ ફેંક્યા જેમાં બેટ્સમેને 12 રન બનાવ્યા હતા. આ રીતે તેણે માત્ર ચાર બોલમાં 92 રન આપ્યા હતા. મેચ પછી બોલરને આ વિશે પૂછવામાં આવ્યું જ્યાં તેણે કહ્યું કે તેણે ખરાબ અમ્પાયરિંગના વિરોધમાં આવું કર્યું હતું. તેણે એ પણ જણાવ્યું કે ટોસ દરમિયાન તેના કેપ્ટનને ટોસ જોવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી જેના કારણે તે ખૂબ જ ગુસ્સામાં હતો.

ટેસ્ટમાં કયા બોલરે સૌથી વધુ નો બોલ ફેંક્યા?
ટેસ્ટમાં સૌથી વધુ નો બોલ નાખવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના બોબ વિલિસના નામે છે. 1981માં તેણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 34 નો બોલ નાખીને બધાને ચોંકાવી દીધા હતા. એવું કહેવાય છે કે તેણે તેની કારકિર્દીમાં કુલ 90 ટેસ્ટ રમી હતી જેમાં તેણે 941 નો બોલ ફેંક્યા હતા.