December 9, 2024

Shilpa Shetty and Raj Kundra: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, સવારે 6 વાગ્યાથી કાર્યવાહી ચાલુ

Shilpa Shetty and Raj Kundra: પોર્નોગ્રાફી કેસમાં શુક્રવારે EDએ સાંતાક્રુઝમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘરે દરોડા પાડ્યા હતા. એક માહિતી પ્રમાણે આ કાર્યવાહી સવારે 6 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. આ પહેલા આ કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ કરાઈ હતી.

આ પણ વાંચો:  Khodaldham Vs Sardardham: જયંતિ સરધારાએ કહ્યું, ખોડલધામના એક પણ ટ્રસ્ટી મારી ખબર પૂછવા આવ્યા નથી

સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
એક માહિતી પ્રમાણે આ દરોડાની કાર્યવાહી સવારે 6 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. આ પહેલા પણ આ કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ કારઈ હતી. શિલ્પા શેટ્ટીના પતિના ઘર સહિત અન્ય સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તપાસ એજન્સી 15 સ્થળોએ સર્ચ ઓપરેશન કરી રહી છે. આ ઓપરેશન મહારાષ્ટ્રની સાથે ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ કરવામાં આવી રહ્યું છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર બિટકોઈન દ્વારા મની લોન્ડરિંગનો આરોપ છે.