ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી માટે જોવી પડશે આગામી 24 કલાક સુધી રાહ!
E Identity Application: ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી માટેની ‘ઈ-ઓળખ એપ્લીકેશન’ આગામી 24 કલાક સુધી બંધ રહેશે. ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી ‘ઈ-ઓળખ એપ્લીકેશન’ના માધ્યમથી કરવામાં આવે છે. ઈ-ઓળખ એપ્લીકેશન માટે રાખવામાં આવેલા સર્વરનો યુટિલાઈઝેશન રેટ વધી ગયો હોવાથી આ એપ્લીકેશન ધીમી થઇ ગઈ છે. જેના કારણે આગામી 24 કલાક સુધી એપને બંધ રાખવામાં આવશે.
આ પણ વાંચો: BZ ગ્રુપ મામલે CID ક્રાઈમે આપી માહિતી, GSTના અધિકારીઓ તપાસમાં જોડાશે
ઈ-ઓળખ એપ્લીકેશન રહેશે બંધ
ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી ‘ઈ-ઓળખ એપ્લીકેશન’ના માધ્યમથી કરવામાં આવે છે. હાલમાં ઈ-ઓળખ એપ્લીકેશન માટે રાખવામાં આવેલા સર્વરનો યુટિલાઈઝેશન રેટ વધી ગયો હોવાથી આ એપ્લીકેશન ધીમી થઇ ગઈ હોવાનું જણાયું હતું. આ સમસ્યાના નિવારણ લાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ‘ઈ-ઓળખ એપ્લીકેશન’ને વધુ ક્ષમતા ધરાવતા સર્વર ઉપર તબદીલ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીને 24 કલાક જેટલો સમય લાગતો હોવાથી, આગામી ૨૪ કલાક દરમિયાન ‘એ-ઓળખ એપ્લીકેશન’ ઉપલબ્ધ રહેશે નહિ, જેની નોંધ લેવા આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવામાં આવ્યું છે.