September 9, 2024

પેરાલિમ્પિકમાં ભારતને મળ્યો 16મો મેડલ, દિપ્તી જીવાંજીએ જીત્યો બ્રોન્ઝ મેડલ

Paralympic Games Paris 2024: પેરિસ ખાતે રમાઈ રહેલ પેરાલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓ સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. પેરાલિમ્પિક માં ભારતના ફાળે આજે વધુ એક મેડલ આવ્યો છે. દીપ્તિ જીવાંજીએ મહિલાઓની 400 મીટર રેસમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ સાથે જ પેરાલમ્પિકમાં ભારતને કુલ 16 મેડલ મળ્યા છે.

ભારતીય મહિલા પેરા એથ્લેટ દીપ્તિ જીવાંજીએ મહિલાઓની 400 મીટર T20 શ્રેણીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. દીપ્તિએ ફાઇનલમાં 55.82 સેકન્ડનો સમય લીધો હતો અને તેનો રિએક્શન ટાઇમ 0.164 સેકન્ડ હતો. આ રીતે દીપ્તિ ત્રીજા સ્થાને રહ્યા. આ રીતે ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં પોતાનો 16મો મેડલ જીત્યો હતો. મંગળવારે ભારતનો આ પહેલો મેડલ હતો. અગાઉ સોમવારે ભારતે કુલ 8 મેડલ જીત્યા હતા.