December 6, 2024

લિમિટેડ બજેટમાં કરવા હોય ડેસ્ટિનેશન વેડિંગ તો આ જગ્યાઓ છે સૌથી બેસ્ટ

Destination Wedding: દિવાળીના સમયગાળા બાદ આપણે ત્યાં લગ્નસીઝન શરૂ થઈ રહી છે. ભારતમાં લગ્નો માત્ર રિવાજોનું પાલન કરવા પૂરતા મર્યાદિત નથી, તે ભવ્ય ઉજવણીનું સ્વરૂપ છે. તાજેતરના વર્ષોમાં, ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. અગાઉ, દુલ્હનને તેના પૈતૃક ઘરેથી વિદાય આપવામાં આવતી હતી. પરંતુ હવે લગ્ન એક ચોક્કસ જગ્યાએ યોજવામાં આવે છે. અન્ય શહેરમાં તેને ડેસ્ટિનેશન વેડિંગ કહેવામાં આવે છે. બોલિવૂડની ઘણી હસ્તીઓએ પણ આ ટ્રેન્ડ અપનાવ્યો છે. ઉદયપુર, ગોવા, હૈદરાબાદ, જયપુર અને જોધપુર જેવા શહેરો ભારતમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે ખૂબ જ લોકપ્રિય છે.

રોયલ વેડિંગ
આ શહેરો તેમની સુંદરતા અને શાહી ભવ્યતાથી વિશ્વભરના લોકોને આકર્ષે છે. જો કે, આ સ્થળોએ લગ્ન કરવા થોડા ખર્ચાળ હોઈ શકે છે. પરંતુ ચિંતા કરશો નહીં, બજેટ મર્યાદિત હોવા છતાં ભારતમાં ઘણા સુંદર સ્થળોએ સસ્તું ડેસ્ટિનેશન વેડિંગ કરી શકો છો.જો શાહી લગ્નનું સપનું જોતા હોવ તો રાજસ્થાનનું નાનું શહેર પુષ્કર તમારા માટે યોગ્ય સ્થળ છે. અરવલ્લી પર્વતોથી ઘેરાયેલું આ પ્રાચીન શહેર તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસ માટે જાણીતું છે. પુષ્કર પાસે ઘણી ઐતિહાસિક હવેલીઓ અને મહેલો છે. જે તમારા લગ્ન સમારોહને રોયલ લૂક આપશે. હા, આ ઈમારતોની કોતરણીવાળી છત, રંગબેરંગી દરવાજા અને આંગણા તમારા ખાસ દિવસને વધુ ખાસ બનાવશે. અહીં એકવખત જે તે રોયલ હોટેલનું આખું પેકેજ પણ લઈ શકાય છે.

બીચ પર સાતફેરા
શું તમે બીચ પર વૈભવી લગ્નનું સ્વપ્ન જુઓ છો? પરંતુ શું ગોવાનું બજેટ તમારા માટે થોડું વધારે છે? તેથી નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. મુંબઈથી માત્ર 2 કલાકના અંતરે આવેલું અલીબાગ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. અલીબાગ મુંબઈની ધમાલથી દૂર એક શાંત અને સુંદર સ્થળ છે. અહીં ગોવા જેવા સુંદર બીચ, પામ ટ્રી અને વાદળી સમુદ્રનો નજારો જોવા મળશે. સાથે જ મુંબઈ જેવી શહેરી સુવિધાઓ પણ મળશે. મુંબઈથી અલીબાગ પહોંચવું ખૂબ જ સરળ છે. અહીં બસ, ટ્રેન અથવા વ્યક્તિગત કાર દ્વારા પણ આવી શકો છો.

માડું સિટી
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલું માંડુ ભારતના સૌથી સુંદર અને ઐતિહાસિક શહેરોમાંનું એક છે. તેના ભવ્ય સ્થાપત્ય, સમૃદ્ધ ઇતિહાસ અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું માંડુ ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ યોગ્ય સ્થળ છે. માંડુમાં ઘણી લક્ઝરી હોટેલ્સ અને રિસોર્ટ્સ છે જે મહેમાનોના રહેવાની વ્યવસ્થા કરવાનું સરળ બનાવશે. અહીં ઘણા ભવ્ય કિલ્લા અને મહેલ છે જે તમારા લગ્નને રોયલ લુક આપશે.

આ પણ વાંચો: દિવાળીની રજામાં ફરવાનું પ્લાનિંગ હોય તો અમદાવાદથી ફ્લાઈટ ટિકિટ પડશે સસ્તી

કેરળમાં કલ્યાણમ્
અલેપ્પીનું શાંત અને રોમેન્ટિક વાતાવરણ પણ ડેસ્ટિનેશન વેડિંગમાં રંગ લાવી શકે છે. અહીંની નહેરો, બેકવોટર અને લીલાછમ નારિયેળના વૃક્ષો તમને વેનિસ શહેરની યાદ અપાવશે. અલેપ્પીમાં હાઉસબોટમાં બેસીને તમારા લગ્નની ઉજવણી કરી શકો છો. આ એક એવો અનુભવ હશે જે તમને જીવનભર યાદ રહેશે. હાઉસબોટ સંચાલકો ઘણીવાર આખું પેકેજ પણ આપે છે. અહીંયા લગ્નની બધા વિધિ કરવા કરતા એક પ્રસંગ પણ ઉજવી શકો છો. ડેસ્ટિનેશન વેડિંગ માટે ઘણા લોકો એવું માનતા હોય છે કે,તમામ પ્રસંગો ત્યાં ઉજવવા પણ એવું નથી હોતું. લગ્નનો કોઈ એક પ્રસંગ પણ ઉજવવો હોય તો હોટેલ્સ અને રીસોર્ટ કસ્ટમાઈઝડ કરી આપે છે.