December 6, 2024

રાજ્યમાં શનિવારથી ઠંડીનું જોર વધશે, હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જ્યારે હવે હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારથી ઠંડીનું જોર વધશે. તેમજ આવતીકાલથી એક થી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. આ સિવાય પવનની દિશા બદલવાના કારણે ઠંડીમાં વધારો થશે.

મળતી માહતી અનુસાર ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. રાજ્યમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમરેલી અને વડોદરા સહિતના શહેરોમાં તાપમાન 14 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જ્યારે અન્ય શહેરોની તાપમાન 15 થી 18 ડિગ્રી વચ્ચે છે. આગામી બે દિવસ રાજ્યનું વાતાવરણ આવું જ રહેશે. જ્યારે બે દિવસ બાદ તાપમાન એકથી બે ડિગ્રી ઘટશે. પવનની દિશા બદલવાના કારણે ઠંડીમાં વધારો થશે. એટલે કે તાપમાન 11 થી 14 ડિગ્રી વચ્ચે રહે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: મસ્જિદ કે હરિહર મંદિર? સર્વે રિપોર્ટ આજે રજૂ થશે, હાઈ એલર્ટ પર સંભલ