November 4, 2024

BSNL દિવાળીમાં વપરાશકર્તાઓ માટે અદ્ભુત ગિફ્ટ લાવ્યું, થશે આ ફાયદો

BSNL Diwali Offer: BSNL એ હાલમાં જ પોતાનો નવો લોગો લોન્ચ કર્યો છે. આ સાથે કંપનીએ તેની 7 નવી સેવાઓ પર જાહેર કરી છે. BSNL છેલ્લા ઘણા મહિનાઓથી બીજી કંપનીઓને ટક્કર આપી રહી છે. જુલાઇમાં ખાનગી કંપનીઓએ રાતો રાત રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા હતા. આ પછી BSNLએ છેલ્લા બે મહિનામાં 55 લાખથી વધુ નવા યુઝર્સ ઉમેર્યા છે. કંપનીએ તેના વપરાશકર્તાઓને ધ્યાનમાં રાખીને સારી કનેક્ટિવિટી માટે કંપની દેશભરમાં 1 લાખ નવા 4G/5G મોબાઇલ ટાવર ઇન્સ્ટોલ કરી રહી છે.

500 થી વધુ મફત ચેનલો
BSNLએ દિવાળીના સમયમાં તેના યુઝર માટે લાખો વપરાશકર્તાઓ માટે અદ્ભુત ભેટ આપી છે. BSNL તેના ફાઈબર બ્રોડબેન્ડ વપરાશકર્તાઓને 500 થી વધુ લાઈવ ટીવી ચેનલો મફતમાં ઓફર કરી રહી છે. આ વાતની પુષ્ટિ BSNL એ તેના X હેન્ડલ પર કરી હતી. ફાઈબર બ્રોડબેન્ડ વપરાશકર્તાઓને IFTVનું મફત સબ્સ્ક્રિપ્શન ઓફર પણ કરવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં BSNL ફાઇબર બ્રોડબેન્ડ પ્લાન દર મહિને રૂપિયા 249 અને શહેરી વિસ્તારોમાં રૂપિયા 329 પ્રતિ માસથી શરૂ થાય છે.

આ પણ વાંચો: મારુતિ-ટાટા સહિતની આ કંપનીઓમાં મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

BSNLનો આ પ્લાન સસ્તો થશે
BSNL એ તેનો 365 દિવસનો રિચાર્જ પ્લાન સસ્તો કરશે. દિવાળીના તહેવાર પર કંપની રિચાર્જ પ્લાનમાં 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. યુઝર્સ આ લાભ 28 ઓક્ટોબરથી 7 નવેમ્બરની વચ્ચે લઈ શકે છે. આ પ્લાનમાં યુઝર્સને 365 દિવસ ફ્રી કોલિંગનો લાભ મળશે. કોઈ પણ દૈનિક મર્યાદા વિના 600GB ઇન્ટરનેટ ડેટા અને દરરોજ 100 મફત SMSનો લાભ પણ આપવામાં આવશે.