September 9, 2024

અંધશ્રદ્ધા વિરોધી કાયદાની અમલવારી ક્યારે? ભરૂચમાં અંધશ્રદ્ધાથી બાળકનું મોત

ભરૂચઃ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામે એક ચોંકવનારી ઘટના સામે આવી છે. જેમાં અંધશ્રદ્ધાને કારણે એક માસૂમનો જીવ ગયો છે. બાળકને સાપ કરડતા ભુવા પાસે લઈ જવાયો હતો. ત્યારે તેનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે, ભરૂચના આમોદ તાલુકાના દોરા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બાળકને સાપ કરડતા ભુવા પાસે લઈ જવાયો હતો. ત્યાં તેનું મોત નીપજ્યું હતું. મહત્વનું છે કે, દવાખાનાને બદલે ભુવા પાસે બાળકને લઈ જવાયો હતો. ત્યારે સારવાર ન મળતા બાળકનું મોત થયું છે.

બીજી તરફ, થોડા દિવસ પહેલાં સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવ્યો હતો. પરંતુ ક્યાંય હજુ સુધી તેની અમ લવારી દેખાઈ રહી નથી. હજુ સુધી અંધશ્રદ્ધા ફેલાવતા ભુવા લોકોનાં જીવ લઈ રહ્યા છે. ત્યારે સમયસર સારવાર આપવાની જગ્યાએ લોકો ભુવા પાસે લઈ જાય છે અને અંતે જીવ ગુમાવે છે.