December 9, 2024

શિયાળામાં ફરવા જવાનો પ્લાન હોય તો આ છે સૌથી બેસ્ટ પ્લેસ, કાયમી મેમરીઝ બની જશે

Best Hill Station: શિયાળો ધીમે ધીમે સહિત સમગ્ર દેશમાં શરૂ થઈ રહ્યો છે. શિયાળામાં ફરવા જવાની એક અલગ મજા હોય છે. આ માટે ઘણા કપલ્સ તૈયારીઓ કરતા હોય છે. કેટલાક ન્યુ મેરિડ કપલ્સ પણ શિયાળામાં મેરેજ કરવાનું પસંદ કરીને ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. કાશ્મીર સિવાય પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં શિયાળાનો અસલી આનંદ માણી શકાય છે. એટલું જ નહીં સ્નોફોલની મજા પણ લઈ શકાય છે. હા, ધ્યાન એટલું જ રાખવાનું છે કે, કોઈ જ સ્થિતિમાં તબિયત ન બગડે.શિયાળાના આગમનની સાથે જ પર્વતો બરફથી ઢંકાઈ જાય છે. જેનો નજારો સ્વિત્ઝર્લેન્ડથી ઓછો નથી. જ્યારે સૂર્યના કિરણો બરફ પર પડે છે, ત્યારે દૃશ્ય સ્વર્ગ જેવું લાગે છે.

હિલસ્ટેશન છે ફર્સ્ટ ચોઈસ
શિયાળામાં હિમવર્ષાનો આનંદ માણવા લોકો હિલ સ્ટેશનની મુલાકાત લેવાનું પસંદ કરે છે. જ્યાં તેઓ બરફીલા ખીણો, રોમાંચક સાહસિક પ્રવૃત્તિઓ અને ગરમ ચાની ચૂસકીનો આનંદ માણી શકે છે. શિયાળામાં ફરવા જેવા હિલ સ્ટેશનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ગુજરાતમાંથી ઘણા લોકો હિમાચલ પ્રદેશના શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાંના એક મનાલીમાં હિમવર્ષાનો આનંદ માણવા માટે પ્રવાસનું આયોજન કરી શકે છે. ખાસ વાત એ છે કે, હિમાચલના કેટલાક શહેરો સુધી જવા માટે અમદાવાદથી ડાયરેક્ટ ટ્રેન છે. મનાલીમાં હિમવર્ષા મોટે ભાગે નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન જોવા મળે છે. આ દિવસોમાં અહીંનો નજારો સ્વર્ગ જેવો લાગે છે.બરફવર્ષાની મજા માણી શકો છો.

ઉત્તરાખંડ
પર્વતો પર સ્થિત ઔલીમાં નંદા દેવી, નીલકંઠ અને અન્ય બરફથી ઢંકાયેલા પર્વતોના ભવ્ય શિખરો જોઈ શકો છો. આ સ્થળ તેની હિમવર્ષા માટે જાણીતું છે. અહીં સ્કીઇંગની મજા પણ માણી શકો છો. શિયાળામાં અહીં આવીને એવું લાગશે કે તમે સ્વર્ગમાં આવી ગયા છો. જે લોકો હિમવર્ષાનો આનંદ માણવા માગે છે તેમના માટે આ સ્થળ શ્રેષ્ઠ બની શકે છે.દાર્જિલિંગને બંગાળનું મનાલી કહેવામાં આવે છે. રાજ્યમાં રહેતો દરેક વ્યક્તિ તેના જીવનમાં ઓછામાં ઓછું એકવાર દાર્જિલિંગની મુલાકાત લે છે. હવે જો પણ ઠંડીની મોસમમાં સાહસથી ભરપૂર એવા સ્થળની મુલાકાત લેવા માંગતા હોવ તો આ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. પ્રવાસીઓ અહીં દોડતી ટોય ટ્રેનની મજા લેવાનું ક્યારેય ભૂલતા નથી. જોકે, હવે અહીં બરફવર્ષા ખૂબ જ ઓછી જોવા મળે છે. શિયાળામાં આ સ્થળની સુંદરતાની કોઈ સરખામણી નથી.

આ પણ વાંચો: કડકડતી ઠંડીમાં બનાવો આ રીતે મસાલેદાર મૂળાના પરાઠા

રાજસ્થાન
ગુજરાતમાંથી ઘણા એવા કપલ્સ છે જે પાડોશી રાજ્ય રાજસ્થાન જવાનું પસંદ કરે છે. નજીક હોવાથી બાય કાર પણ જઈ શકાય છે. શિયાળામાં ફરવું હોય તો જેસલમેર ઘણા લોકોની પહેલી પસંદ છે. રણમાં ટેન્ટમાં રહેવાનો આનંદ અલગ હોય છે. આ સિવાય 3 દિવસ જયપુર ફરીને આસપાસના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં પણ ફરવાની એક મજા હોય છે. જ્યારે નાથદ્વારા સુધીની ફેમિલી ટુર કરીને જોધપુર પણ ફરી શકાય છે. અહીં 2 દિવસના રોકાણમાં ઘણી ફરી શકાય છે.